BBC News, ગુજરાતી - સમાચાર
નવાજૂની
ઈરાનમાં વિરોધપ્રદર્શનો દરમિયાન ચર્ચામાં આવેલા રઝા પહેલવી કોણ છે?
રઝા પહેલવી ઈરાનના છેલ્લા રાજા (શાહ)ના સૌથી મોટા પુત્ર છે. રઝાનો જન્મ ઑક્ટોબર 1960માં તહેરાનમાં થયો હતો. તેમના પિતા મોહમ્મદ રઝાશાહ પહેલવીએ ત્રણ લગ્ન કર્યાં હતાં, પહેલા બે લગ્નથી તેમને પુત્ર નહોતો થયો તેથી જ્યારે રઝાનો જન્મ થયો તો તેમને ખૂબ જ લાડ-પ્રેમ મળ્યાં.
બાદશાહોના શાહી રસોડામાંથી નીકળેલી નાન સામાન્ય લોકોની થાળી સુધી કઈ રીતે પહોંચી ગઈ?
તાજેતરમાં બટર ગાર્લિક નાનને 'ટેસ્ટ એટલાસ'ની બેસ્ટ બ્રેડની યાદીમાં પહેલું સ્થાન મળ્યું હતું. નાન ક્યાંથી આવી તેના વિશે અલગ અલગ મત છે, પરંતુ તે વિદેશમાં સૌથી લોકપ્રિય ભારતીય વ્યંજન છે તે નિર્વિવાદ છે.
વડોદરા : 'અધિકારીઓ પ્રજાનાં કામ નથી કરતા' ભાજપના જ પાંચ ધારાસભ્યોએ CMને ફરિયાદ કેમ કરી?
આવનારા સમયમાં મહાનગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયત સહિતની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે 'મિનિ વિધાનસભા'ની ચૂંટણીઓ પહેલાં ભાજપમાંથી આ પ્રકારે અવાજ ઊઠવાને રાજકીય પંડિતો ભૂતકાળ સાથે જોડીને પૅટર્ન તરીકે જુએ છે.
'લોકો ઘરમાં જવાનું ટાળી રહ્યા છે', રાજકોટ જિલ્લામાં ભૂકંપના 12 આંચકા કેમ અનુભવાયા?
"જેતપુરમાં ગઈ કાલ રાતથી ભૂકંપના આંચકા આવવાનું શરૂ થયું છે. સવારથી આઠથી નવ આંચકા આવી ચૂક્યા છે. આથી સમગ્ર જેતપુર શહેર અને આસપાસનાં ગામડાંમાં ખૂબ ભયનો માહોલ પ્રસરી ગયો છે. અહીંના લોકો હાલ બહાર નીકળી ગયા છે અને શક્ય તેટલું ઘરમાં જવાનું ટાળી રહ્યા છે. ડરના માહોલના કારણે લોકો ઘરની બહાર નીકળી ગયા છે."
ગાંડાતૂર હાથીનો આતંક, કેવી રીતે નવ દિવસમાં 20 લોકોને કચડી નાખ્યા?
ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લાના ચાઈબાસા તથા કોલહાન વન ક્ષેત્રમાં એક હાથીના હુમલામાં નવ દિવસમાં 20 લોકોએ જાન ગુમાવ્યા છે. તેનાથી આ વિસ્તારના રહેવાસીઓમાં ફફડાટ પેસી ગયો છે.
રાજકોટમાં મોદી: 22 વર્ષ સુધી ગાંધીનગરમાં થયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ સૌરાષ્ટ્ર કેમ પહોંચી?
22 વર્ષ સુધી ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કર્યા બાદ સરકાર હવે રાજકોટમાં વાઇબ્રન્ટ કૉન્ફરન્સ કેમ કરી રહી છે?
બીઇ અને બીટેક: એન્જિનિયરિંગના આ બે કોર્સ વચ્ચે શું કશો તફાવત હોય છે, કારકિર્દી પર કેવી અસર કરે છે?
ભારતમાં એન્જિનિયરિંગના બે કોર્સ - બીઇ અને બીટેક્ ચાલે છે. શું ખરેખર આ બંને ડિગ્રીઓ એકસમાન છે કે તેમાં કોઈ ફરક હોય છે?
ઈરાન: જ્યારે અમેરિકનો 444 દિવસ સુધી બંધક રહ્યા અને અમેરિકાએ ઝૂકવું પડ્યું
અમેરિકા માટે આ નાલેશીભર્યા પ્રકરણ દરમિયાન સીઆઈએ એક દિલધડક ઑપરેશન પાર પાડ્યું હતું અને છ બંધકોને છોડાવ્યા હતા.
સોમનાથ સ્વાભિમાન પર્વ : ભાજપ ફરીથી સોમનાથને શરણે જઈ રહ્યો છે?
8 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધી યોજાનાર આ પર્વનું સોમનાથ ખાતે 'ભવ્ય' આયોજન કરાઈ રહ્યું છે ત્યારે આ પર્વના રાજકીય સંદેશ અને મર્મ અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.
શૉર્ટ વીડિયો
ભારત/વિદેશ
શેવાળમાંથી બનેલાં કપડાં તમે પહેરો અને પહેરો તો કેવો ફાયદો થાય?
યુએનના પર્યાવરણ કાર્યક્રમ દ્વારા જણાવ્યા મુજબ, વિશ્વભરમાં દર સેકંડે એક ટ્રક ભરીને કપડાં કચરાના ઢગમાં ફેરવાય છે, તમે જે કપડાં પહેરો છો એ પર્યાવરણને કેવું નુકસાન કરે છે, નવી ટૅક્નૉલ઼જી આ નુકસાન ઘટાડવા માટે શું કરી શકાય?
આઈ-પૅક શું છે અને કેમ વિવાદમાં છે, કયા-કયા નેતાઓને તેણે ચૂંટણીમાં મદદ કરી છે?
રાજકીય પક્ષોની વ્યૂહરચના ઘડતી કંપની આઈપૅક હાલમાં ચર્ચામાં છે. ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આઈ-પૅક પર દરોડા પછી રાજકીય હોબાળો મચી ગયો છે.
ટ્રમ્પ ગ્રીનલૅન્ડ પર કબજો કરવા કેમ ઇચ્છે છે અને તેનું નિયંત્રણ ખરેખર કોણ કરે છે?
ગ્રીનલૅન્ડ ક્યાં છે અને ટ્રમ્પ માટે મહત્ત્વનું કેમ છે?ગ્રીનલૅન્ડને નિયંત્રિત કરનાર અમેરિકા વિશે ટ્રમ્પે શું કહ્યું? જાણો આ દેશ વિશે તમામ બાબતો...
તેહરાન સહિત ઈરાનનાં અનેક શહેરોમાં ઉગ્ર પ્રદર્શન, 'શાહ જિંદાબાદ'ના નારા પણ લાગ્યા
બીબીસી ફારસીએ અનેક વીડિયોનું વિશ્લેષણ કર્યું છે, જેમાં મોટી ભીડને "આ છેલ્લી લડાઈ છે, પહલવી પરત આવશે" તથા સત્તાવિરોધી નારા લગાવતા સાંભળી શકાય છે.
'ધરતી પરનું નરક' : અમેરિકાની એ ખતરનાક જેલ, જ્યાં વેનેઝુએલાના માદુરોને રાખ્યા છે
જો કોઈ રાષ્ટ્રપતિને મહાભિયોગ બાદ અચાનક જ મુકદ્દમાનો સામનો કરવા માટે અમેરિકા લઈ જવામાં આવે, તો તેમને ક્યાં કેદ રખાતા હોય છે? વેનેઝુએલાના નેતા નિકોલસ માદુરોને હાલ જ્યાં રાખવામાં આવ્યા છે, તે બ્રૂકલિનના ડિટેન્શન સેન્ટરને અમેરિકાના એક વકીલે "પૃથ્વી પરનું નરક" ગણાવ્યું છે. સેન્ટરની કંગાળ સ્થિતિથી અસંતુષ્ટ ન્યાયાધીશો કેદીઓને ત્યાં મોકલતાં ખચકાય છે.
પૃથ્વીના પરિભ્રમણની ગતિ ધીમી પડી, શું ભવિષ્યમાં 25 કલાકનો દિવસ થઈ જશે?
પૃથ્વી પોતાની ધરી પર પરિભ્રમણ કરે છે અને સાથે સાથે સૂર્યની ફરતે પરિભ્રમણ કરે છે. તેના કારણે દિવસ-રાત થાય છે અને ઋતુ બદલાય છે. હાલમાં પૃથ્વીને એક પરિભ્રમણ કરવામાં અથવા એક ચક્કર પૂરું કરવામાં 24 કલાક અથવા 86,400 સેકન્ડ લાગે છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી પૃથ્વીના પરિભ્રમણની ગતિ ધીમી પડી છે.
મોબાઇલ અને કમ્પ્યૂટર આ વર્ષે થશે ઘણાં મોંઘાં, આટલી કિંમતો શા માટે વધી રહી છે?
તમે જે પણ ઉપકરણોનો ઉપયોગ કરો છો તેની કિંમત વર્ષ 2026 માં વધી શકે છે. તેનું કારણ છે રેન્ડમ ઍક્સેસ મેમરી (RAM) ની કિંમતમાં વધારો. ઑક્ટોબર 2025થી રૅમની કિંમત બમણાં કરતાં પણ વધુ થઈ ગઈ છે.
એ ભારતીય મહિલા, જેમણે પાકિસ્તાનમાં ઇસ્લામ ધર્મ કબૂલ કર્યો અને પ્રેમી સાથે લગ્ન કરી લીધાં
સરબજિતે પાકિસ્તાન આવ્યાં બાદ તેમણે પોતાની મરજીથી ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો અને પાકિસ્તાનના નાગરિક નાસિર હુસૈન સાથે લગ્ન કરી લીધાં હતાં. ભારતીય મહિલા સરબજિતકોરને પ્રવાસના દસ્તાવેજો અધૂરા હોવાના કારણે હજી સુધી ભારત પરત મોકલાયાં નથી અને તેમના ડિપોર્ટેશનની પ્રક્રિયા પાછી ઠેલાઈ છે.
ટાઇફૉઇડ મૅરી : એ મહિલા જેમણે ઘરેઘરે જઈ અમેરિકામાં ટાઇફૉઇડ ફેલાવ્યો, લોકો મરવા લાગ્યાં, અંતે જેલમાં પૂરવા પડ્યાં
વાત એક એવી મહિલાની જેમણે અજાણતા જીવલેણ બીમારીનાં જંતુ ફેલાવ્યાં અને તેના કારણે જીવનના અંત સુધી કેદીની જેમ રહેવું પડ્યું.
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ

































































